Skip to main content
Settings Settings for Dark

67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત, છિછોરે બેસ્ટ ફિલ્મ

Live TV

X
  • આજે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા થઇ. કોરોના રોગચાળાને લીધે ગયા વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી ન હતી, જે 3 મે 2020ના રોજ યોજાનારી હતી. તેથી જ આ વખતે 2019 એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે કુલ 461 ફિચર ફિલ્મો રાષ્ટ્રીય પુરસ્કાર માટે પહોંચી હતી. 2019 ની ‘મોસ્ટ ફિલ્મફ્રેન્ડલી સ્ટેટ’ કેટેગરીમાં 13 રાજ્યોએ ભાગ લીધો હતો. આ એવોર્ડ સિક્કિમને અપાયો છે.

    આ વર્ષે શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (હિન્દી)નો એવોર્ડ સુશાંત સિંહ રાજપૂતની સિનેમા હોલમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ‘છિછોરે’ ને મળ્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા સાથે કંગના રનૌતે તેના જન્મદિવસની ભેટ મેળવી છે. કંગના રનૌતને ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે. 

    67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કેટેગરી પ્રમાણે વિજેતાની યાદી

    બેસ્ટ એકટ્રેસ – કંગના રાનૌતની ફિલ્મ પંગા અને મણિકર્ણિકા
    બેસ્ટ એકટર – મનોજ બાજપેયી ભોંસલે, આસુરન માટે ધનુષ
    બેસ્ટ હિન્દી ફિલ્મ – છિછોરે
    બેસ્ટ પોપ્યુલર ફિલ્મ – મહર્ષિ
    બેસ્ટ નોન ફીચર ફિલ્મ એન એન્જિનિયર્ડ ડ્રીમ
    બેસ્ટ નોન ફીચર ફિલ્મ ઓફ અ ડાયરેક્ટર - ખૈસા
    સર્વશ્રેષ્ઢ વોઈસઓવર - ડેવિડ એટનબરો
    બેસ્ટ ફિમેલ પ્લેબેક – સાવની રવિન્દ્રને ફિલ્મ બારદોના ગીત “રાન બેટલ”
    બેસ્ટ મેલ પ્લેબેક – બી પ્રાકને ફિલ્મ કેસરીના ગીત “તેરી મીટ્ટી”
    બેસ્ટ ડાયરેક્ટર – ભટ્ટ હૂરનથી સંજય પુરી સિંહ ચૌહાણ
    બેસ્ટ ફિલ્મ ક્રીટીક સોહિની ચટ્ટોપાધ્યાય
    બેસ્ટ હરિયાણવી ફિલ્મ – છોરિયા છોરો સે કમ નહીં
    બેસ્ટ છત્તીગઢી ફિલ્મ – ભુલાન દી મેજ
    બેસ્ટ કોંકણી ફિલ્મ- કાજરો
    બેસ્ટ કન્નડ ફિલ્મ અક્ષી
    બેસ્ટ મણીપુરી ફિલ્મ- ઈગી કોના
    બેસ્ટ તેલુગુ ફિલ્મ – જર્સી
    બેસ્ટ તમિલ ફિલ્મ – અસુરન
    બેસ્ટ પંજાબી ફિલ્મ – રબ દા રેડિયો 2
    બેસ્ટ મલિયાલી ફિલ્મ – કલા નોત્તમ
    બેસ્ટ બેંગાલી ફિલ્મ- ગુમનામી
    બેસ્ટ આસામી ફિલ્મ- RONUWA WHO NEVER SURRENDER

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply