પોળોના જંગલ ખાતે પુરાતત્વ વિભાગે મંદિરોના સમારકામ અને જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરી
Live TV
-
સાબરકાંઠાના વિજયનગરનું પોળોનું જંગલ તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અહીં પંદરમી સદીમાં નિર્માણ પામેલા 12 જેટલા જૈન મંદિરો પણ છે તેને જોવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી આવે છે. પ્રવાસીઓની સંખ્યા મંદિરોની ભવ્યતા અને વારસાને જાળવવા પુરાતત્વ વિભાગે મંદિરોના સમારકામ અને જીર્ણોદ્ધારની કામગીરી શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાતે પોળોના જંગલને મિની કાશ્મીરનું બિરુદ આપ્યું છે
