Skip to main content
Settings Settings for Dark

સિનેમા જગતમાં દાદામુનિના નામથી જાણીતા અભિનેતા અશોક કુમારની આજે પુણ્યતિથિ

Live TV

X
  • સોશિયલ મીડિયામાં અભિનેતાને કરાઈ રહ્યા છે યાદ

    સિનેમા જગતમાં દાદામુનિના નામથી જાણીતા અભિનેતા અશોક કુમારની આજે પુણ્યતિથિ છે..સોશિયલ મીડિયામાં અશોકકુમારને કરાઈ રહ્યા છે યાદ...હેશટેગ અશોક કુમાર ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યો છે..અભિનેતા અશોકકુમારે સહજ-સ્વાભાવિક અભિનયથી દર્શકોનું દીલ જીત્યુ હતુ.અશોક કુમારનું મૂળ નામ કુમુદ કુમાર ગાંગુલી હતું તેમનો જન્મ બિહારના ભાગલપુર શહેરમાં ૧૩ ઓક્ટોબર ૧૯૧૧ ના રોજ એક મધ્યમ વર્ગીય બંગાળી પરીવારમાં થયો હતો.તેમના પિતા કુંજલાલ ગાંગુલી વકીલ હતા અને માતા ગૌરી દેવી ગૃહિણી હતા. કુમુદલાલ તેમના ચાર ભાઇ-બહેનમાં સૌથી મોટા હતા. તેમની બહેન સતી દેવી તેમનાથી થોડા વર્ષ નાની હતી અને બહુ નાની ઉંમરે તેણે સાશધર મુર્ખજી જોડે લગ્ન કર્યા હતા અને મુખર્જી-સમર્થ કુટુંબના માતૃવડા તરીકે જાણીતા બન્યા હતા. અશોક કુમાર એન્ટી- હિરો,હિરો હોવા ઉપરાંત અન્ય કેટલાય પ્રકારના રોલ કરી જાણતા હતા. દેવ આનંદની ફિલ્મ જ્વેલ થિફમાં અશોક કુમારે બાકાયદા વિલનનો રોલ કર્યો હતો. તેમને ૧૯૮૮માં દાદાસાહેબ ફાળકે પુસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને ચલચિત્ર જગતમાં યોગદાન માટે પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. તેઓ ભારતીય સિનેમા જગતના સૌથી શ્રેષ્ઠ અભિનેતામાંના એક ગણાય છે.તેમણે અછૂત કન્યા, હાવડા બ્રિજ,કિસ્મત, આશીર્વાદ, સમાધિ, બંદિની , જ્વેલ થીફ સહિત આશરે 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply