સ્ટાર્ટઅપ સંદર્ભે વિવેક ઑબેરોયે કરી CM રૂપાણી સાથે મુલાકાત
Live TV
-
હિન્દી ફિલ્મ સિનેમાના અભિનેતા વિવેક ઑબેરોયે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી સાથે વિવેક ઓબેરોયે ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇનોવેશન સેક્ટરમાં સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી દિવ્યાંગો માટે પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન એજ્યુકેશન સિસ્ટમ પ્રભાવક રીતે કાર્યરત કરવા અંગે વિશદ પરામર્શ કર્યો હતો.
તેમણે ગુજરાતમાં ટોય ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં પણ સ્ટાર્ટઅપ-ઇનોવેશનથી ટોય ઇન્ડસ્ટ્રી હબ બનાવવા સ્ટાર્ટઅપ-ઇનોવેશન યુનિવર્સિટીએ ટોય હેકાથોનના માધ્યમથી કરેલી પહેલ અંગે ચર્ચાઓ હાથ ધરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ દિવ્યાંગ વ્યક્તિઓના સ્ટાર્ટઅપ-ઇનોવેશનને છેક ગ્રામિણ અંતરિયાળ વિસ્તાર સુધી યોગ્ય દિશા મળે તે માટેના તેમના પ્રયાસમાં રાજ્ય સરકાર યોગ્ય સહયોગ આપશે તેમ જણાયું હતું.
વિવેક ઓબેરોયે ગુજરાતમાં યુવા વિદ્યાર્થીઓને JEE, IIIT જેવી પરિક્ષાઓના કોચિંગ માટે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી ડિઝિટલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી ગ્રામીણ યુવાનોને પણ કોચિંગ સુવિધા માટે પણ સહભાગીતાની ઇચ્છા દર્શાવી હતી.
