21 નવેમ્બરે કરવામાં આવે છે ‘વર્લ્ડ ટેલીવિઝન ડે’ની ઉજવણી
Live TV
-
યુનાઈટેડ નેશને 21 નવેમ્બર 1996ના રોજ ‘વર્લ્ડ ટેલીવિઝન ડે’ જાહેર કર્યો હતો. ત્યારથી ટેલિવિઝનના મહત્વને ઉજાગર કરવા માટે વિશ્વ ટેલિવિઝન દિવસ 21 નવેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
ટેલિવિઝન જન સંદેશાવ્યવહારનું એક પ્રબળ માધ્યમ છે, જેના દ્વારા મનોરંજન, શિક્ષણ, સમાચાર અને રાજકારણ સંબંધિત પ્રવૃત્તિઓ વિશેની માહિતી પ્રદાન કરવામાં આવે છે.
આ કારણે ઉજવવામાં આવે છે ‘વર્લ્ડ ટેલીવિઝન ડે’
ટેલિવિઝનના દૈનિક મૂલ્યને ઉજાગર કરવા માટે વિશ્વ ટેલિવિઝન દિવસ 21 નવેમ્બરના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જે સુધારણા અને વૈશ્વિકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રથમ વિશ્વ ટેલિવિઝન મંચ 21 નવેમ્બર 1996 ના રોજ યોજાયો હતો અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આ દિવસને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ચિહ્નિત કર્યો હતો. તેના મહત્વને દોરવા માટે, દર વર્ષે 21 નવેમ્બરના રોજ ‘વર્લ્ડ ટેલીવિઝન ડે’ની ઉજવણી કરવામાં આવે છે.
