ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનનું નિધન
Live TV
-
ગઈકાલે ICU માં ભરતી થયા હતા, થોડા સમય પહેલા માતાનું થયું હતું નિધન
બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનનું 54 વર્ષની વયે નિધન થયું છે. ઇરફાન ખાનની મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 2018માં ઇરફાન ખાનને હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સર હોવાનું સામે આવ્યું હતું. થોડા દિવસો પહેલા જ ઇરફાન ખાનની માતાનું નિધન થયું હતું. લૉકડાઉનને પગલે ઇરફાન માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાન ખાનની માતા સઈદા બેગમ ઘણા લાંબા સમયથી બીમારી હતા. પરિવારના લોકોએ અંતિમ વિદાય આપીને જયપુરમાં તેમને સુપર્દ-એ-ખાક કર્યા હતા. જોકે, આનાથી દુઃખદ વાત એ હતી કે લૉકડાઉનને પગલે ઇરફાન ખાન પોતાની માતાની અંતિમયાત્રામાં સામેલ થઈ શક્યો ન હતો. ઇરફાને વીડિયો કૉન્ફરન્સિંગથી માતાના અંતિમ દર્શન કર્યા હતા. માતાના નિધન બાદથી ઇરફાનની તબિયત ખરાબ છે. ઇરફાન ખાન હાઇ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રોઇન કેન્સર બીમારીથી પીડિત હતો. વર્ષ 2017માં જૂન મહિનામાં તેને પોતાની બીમારીની ખબર પડી હતી. જે બાદમાં કામને વચ્ચે છોડીને જ ઇરફાન સારવાર માટે વિદેશ ગયો હતો. ઇરફાન ખાને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની બીમારી વિશે માહિતી આપી હતી. વિદેશમાં સારવાર દરમિયાન ઇરફાન ખાન સમયાંતરે પોતાની તબિયત અંગે સોશિયલ મીડિયાના મારફતે માહિતી શેર કરતો રહેતો હતો.
