બોલિવૂડના જાણીતા કલાકાર ઋષિ કપૂરનું મુંબઇની હોસ્પિટલમાં નિધન
Live TV
-
બોલિવૂડના જાણીતા કલાકાર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડતા તેમને મુંબઈ સ્થિત એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે.
ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરને કેન્સરની સારવાર માટે મોડીરાતે એચએન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે જ આપને જણાવી દઇએ કે, ગઈકાલે જ બોલિવૂડના અન્ય દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું પણ કેન્સરના કારણે મોત થયું હતું.
અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ અંગેની એક પોસ્ટ મુકતા લખ્યું હતું કે, તે ગયા, ઋષિ કપૂર ગયા. હું તૂટી ગયો.
