Skip to main content
Settings Settings for Dark

સિંગર, એક્ટર અને મલ્ટીટેલેન્ટેડ આર્ટિસ્ટ સ્વ.કિશોર કુમારનો જન્મદિવસ

Live TV

X
  • મધ્યપ્રદેશના ખંડવામાં 4 ઓગસ્ટ 1929ના એક બંગાળી પરિવારમાં વકીલાત કરનારા એક એડવોકેટ કુંજી લાલ ગાંગુલીના ઘરે જ્યારે ત્રીજા અને સૌથી નાનકડા બાળકનો જન્મ થયો તો, તેનું નામ આભાસ કુમાર ગાંગુલી રાખવામાં આવ્યું હતું

    આજે સ્વ.કિશોર કુમારનો જન્મદિવસ છે..કિશોરકુમારના રોમાંટિક ગીત હોય કે દર્દ ભર્યા તેમનો જાદુભર્યા અવાજે દરેક ગીતને લોકોના દિલ સુધી પહોંચાડ્યુ છે.મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ચાર ઓગસ્ટ 1929ના રોજ કિશોર કુમારનો જન્મ થયો. કિશોર કુમારનુ અસલી નામ આભાસ કુમાર ગાંગુલી હતુ.હિન્દી સિનેમામાં દશકાઓ સુધી છવાયેલા રહેનારા કિશોર કુમારે હિન્દી સિનેમાની યાત્રા કોરસ ગાયકના રૂપમાં શરૂ કરી હતી.
    1948માં બનેલ ફિલ્મ 'જિદ્દી'થી તેમણે સોલો ગાયનની શરૂઆત કરી. 1950થી લઈને 1970 સુધીના દશકોમાં જ્યા એક બાજુ મુકેશ અને મોહમ્મદ રફીના લોકો દિવાના હતા, બીજી બાજુ સમકાલીન રહેલ કિશોરે દરેક પ્રકારના ગીતોમાં પોતાનો અવાજ આપીને લોકોને સમ્મોહિત કરી લીધા.પોતાના જીવનકાળમાં કિશોર કુમારે 90થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને 600થી વધુ ફિલ્મોમાં ગીત ગાયા

    વર્ષ 1969માં નિર્માતા નિર્દેશક શક્તિ સામંતની ફિલ્મ આરાધનાના કિશોર કુમાર સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ બની ગયા. આ ફિલ્મમાં ‘મેરે સપનો કી રાની કબ આયેગી તુ’ અને ‘રૂપ તેરા મસ્તાના’ જેવા રોમેન્ટિક ગીતોને કિશોર કુમારને લોકોના દિલોના રાજા બનાવી દીધા. ‘રૂપ તેરા મસ્તાના’ માટે કિશોર કુમારને ગાયક તરીકે પહેલો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, વર્ષ 1987માં કિશોર કુમારે નિર્ણય લીધો કે, તેઓ ફિલ્મોમાંથી સંન્યાસ લીધા બાદ પોતાના ગામ ખંડવા પરત ફરી જશે. પરંતુ સમયને કંઈક બીજુ જ જોઈતુ હતું. 13 ઓક્ટોબર, 1987ના રોજ તેમને એટેક આવ્યો હતો અને દુનિયાને અલવિદા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply