Skip to main content
Settings Settings for Dark

1 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મ "વિશ્વગુરુ"

Live TV

X
  • 1 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે ગુજરાતી ફિલ્મ "વિશ્વગુરુ"

    રાષ્ટ્રીય ચેતના અને ભારતીય આધ્યાત્મિકતાના વારસાને જગાવતી અને એક સિનેમેટિક સંદેશો આપતી, ગુજરાતી ફિલ્મ "વિશ્વગુરુ" આગામી પહેલી ઓગસ્ટ થી દેશભરના સિનેમા ઘરોમાં રજૂ થશે. આ ગુજરાતી ફિલ્મોમાં ,ભારતની સંસ્કૃતિ , સાહિત્ય અને રાષ્ટ્રભક્તિને બતાવવામાં આવી છે, એક રાષ્ટ્રના યુવાનો જ્યારે આંતરિક વિખંડન, વ્યસન , ભ્રષ્ટાચાર વગેરે અનેકવિધ વિકટ સમસ્યાઓ સામે ઘેરી લેતી હોય છે અને યુવાનો પણ ભારતીય સંસ્કૃતિનું અને તેમના ઉચ્ચ આદર્શોનું અધુરુ જ્ઞાન ધરાવતા હોય છે ત્યારે યુવાધન વિટંબણામા પડી જતા હોય છે પરિણામે તેઓ જીવનની મુખ્ય ધારાથી ભટકી જાય છે અને રાષ્ટ્રના પોતાની શક્તિશાળી વિચારધારા અને આદર્શોને હાનિ પહોંચતી હોય છે તેની સામે જાગૃતતા લાવવા માટે આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ ફિલ્મના ખ્યાતનામ કલાકાર મુકેશ ખન્નાએ જણાવ્યું હતું. 

    આ ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર દ્વારા કરવામાં આવ્યું છે નિર્માણ સતિષ પટેલ અને ફિલ્મ લેખન કિર્તીભાઈ અને અતુલ સોની દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે કલાકારોની ભૂમિકામાં ગૌરવ પાસવાલા, મુકેશ ખન્ના, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર અને સોનાલી લે સહિતના અનેક જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. સાથે સાથે ફિલ્મનું સંગીત પણ મેહુલ સુરતી અને પાર્થ તારપરા દ્વારા આપવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply