Skip to main content
Settings Settings for Dark

અંગદાન અને પેશીદાનનો સેવાયજ્ઞ: સિવિલ હોસ્પિટલના માધ્યમથી અનેક દર્દીઓને નવજીવન

Live TV

X
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાના અનોખા ઉદાહરણ તરીકે ઉભરી આવી છે. અહીં છેલ્લા એક અઠવાડિયામાં થયેલા બે મહત્વપૂર્ણ અંગદાન અને પેશીદાનના કિસ્સાઓએ અનેક પરિવારોમાં ખુશીની લહેર લાવી દીધી છે. એક 21 વર્ષીય યુવાનના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે, જ્યારે બીજા એક કિસ્સામાં પરિવારજનોએ આંખો અને ચામડીનું દાન કરીને અનેક દર્દીઓને નવી આશા પૂરી પાડી છે.

    રાંચી, ઝારખંડના 21 વર્ષીય રાહુલ મુંડા પાવાગઢ નજીક હાલોલ ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા હતા. બ્રેઈન હેમરેજ થતા 12 માર્ચે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સઘન સારવાર બાદ 13 માર્ચે ડોક્ટરો દ્વારા તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કરવામાં આવ્યા. 

    દુઃખની આ ઘડીમાં પણ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. મોહિત ચંપાવતે પરિવારને રાહુલની સ્થિતિ સમજાવી. પિતા રામુભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પોતાના દીકરાના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. 

    રાહુલના અંગદાનથી એક લીવર, એક સ્વાદુપિંડ અને બે કિડની મળી છે, જેના થકી ચાર દર્દીઓને નવજીવન મળશે. આ અંગોનું પ્રત્યારોપણ સિવિલ મેડીસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 229 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા અંગદાન થયા છે, જેનાથી 736 જરૂરીયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે.

    બીજા એક હૃદયસ્પર્શી કિસ્સામાં અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય જયેશભાઈ ચાવડાનું સારવાર દરમિયાન અવસાન થયું. આ કપરા સમયે પણ પરિવારજનોએ સામાજિક જવાબદારી નિભાવતા જયેશભાઈની બે આંખો અને સ્કીન (ચામડી) દાન કરવાનો નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર જીતેન્દ્ર પુવારના માર્ગદર્શન બાદ સંદેશ મીડિયા ચેનલના પત્રકાર હિતેશ રાઠોડે પરિવાર સાથે મળી આ માનવતાભર્યા કાર્ય માટે સંમતિ આપી. 12 માર્ચે સફળતાપૂર્વક આંખો અને સ્કીનનું દાન લેવામાં આવ્યું, જે અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

    સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે અંગદાન તેમજ પેશીદાન અનેક દર્દીઓ માટે આશાનું કિરણ છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 421 કિડની, 203 લીવર, 73 હ્રદય, 34 ફેફસા, 19 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 41 સ્કીન અને 190 આંખો મળી કુલ 989 અંગ અને પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. હોસ્પિટલ દ્વારા સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેના સુખદ પરિણામો સમાજમાં જોવા મળી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply