Skip to main content
Settings Settings for Dark

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીઅર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ધોલેરામાં ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ

Live TV

X
  • અવકાશ સંશોધન ક્ષેત્રે ગુજરાતની ગગનચુંબી ઉડાન: ખાનગી સ્પેસ સેક્ટરમાં ગુજરાતે રચ્યો ઇતિહાસ

    ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ધોલેરાના બાવળીયારી ખાતે અવકાશ સંશોધન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ 'ઓમસ્પેસ રોકેટ એન્ડ એક્સપ્લોરેશન પ્રાઇવેટ લિમિટેડ' (OSRE) દ્વારા રાજ્યના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આ ઐતિહાસિક ક્ષણનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી યુવા વૈજ્ઞાનિકોની ટીમને પ્રોત્સાહિત કરી હતી.

    સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાના રાજ્ય સરકારના વિઝન તરફ આ એક મક્કમ ડગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ખાનગી સંસ્થાઓને આપવામાં આવતા સહયોગ અને 'ગુજરાત સ્પેસટેક પોલિસી (2025-2030)' ને કારણે આજે ગુજરાતે અવકાશ ક્ષેત્રે ગગનચુંબી ઉડાન ભરી છે. સ્વદેશી સ્પેસ ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને યુવા વૈજ્ઞાનિકો માટે નવી તકોનું સર્જન કરવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

    લોન્ચિંગની ટેકનિકલ વિશેષતાઓ
    14મી માર્ચના રોજ બાવળીયારીમાં નિર્મિત અસ્થાયી લોન્ચિંગ કોમ્પ્લેક્સ પરથી બપોરે 1:00 વાગ્યે આ સિંગલ-સ્ટેજ સબ-ઓર્બિટલ રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટે અંદાજે 3 કિલોમીટરની ઊંચાઈ (Apogee) પ્રાપ્ત કરીને પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવી જટિલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ રોકેટ સાથે હવામાનના ડેટા કલેક્ટ કરી શકે તેવો એક મીની સેટેલાઈટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો હતો.

    'મેક ઇન ઇન્ડિયા' અભિગમ હેઠળ આ રોકેટનું એરફ્રેમ કાર્બન ફાઈબર અને એડવાન્સ કમ્પોઝિટ મટીરિયલમાંથી ઓમસ્પેસની અમદાવાદ ખાતેની લેબમાં જ તૈયાર કરવામાં આવ્યું છે.

    ઓમસ્પેસના સ્થાપક અને CEO ડો. રવિન્દ્ર રાજે મંત્રી અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સફળતાથી આગામી સમયમાં ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ 'ઇન્ફિનિટી વન'ના નિર્માણનો માર્ગ મોકળો થયો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોન્ચિંગ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI), ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને DGCA દ્વારા જરૂરી મંજૂરીઓ અને ટેકનિકલ સહયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.

    આ મિશન IN-SPACe (ISRO)ની અધિકૃતતા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી સહિત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply