Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં ભાદરવી પૂનમે ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર, બનાવાઈ સેફ ટુરિઝમ કન્વર્સેશન કમિટી

Live TV

X
  • શક્તિપીઠ અંબાજી ધામમાં આગામી થોડા દિવસોમાં ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે ત્યારે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇ મોટા પગલાં લેવાતાજ હોય છે પણ હવે જેમ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ટુરિસ્ટ પ્લેસ ઉપર આવતા યાત્રિકોની સલામતીને લઇ એક અલાયદી સેફ ટુરિઝમ કન્વર્સેશન કમિટીનું આયોજન કરવામાં આવ્યું છે

    શક્તિપીઠ અંબાજી યાત્રાધામની સાથે એક મોટું પ્રવાસન ધામ પણ છે અને અંબાજી આવતા રોજિંદા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇ તેમને વિશેષ તકેદારી માટે દાંતા ડિવિઝનના આઇ.પી.એસ સુમનનાલા ASP તેમજ મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર સાથે તાલુકાના ઉચ્ચ અધિકારી અને સરપંચ ને સ્થાનિક લોકો સાથે એક મિટિંગ આયોજિત કરવામાં આવી હતી 

    BP&D ના ગાઇડલાઇન્સ હેઠળ પ્રવાસીઓની સુરક્ષા સાથે સલામતી માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને જેના માટે ખાસ ટુરિસ્ટ પોલીસની રચના કરવામાં આવશે, જેમાં પ્રવાસીઓની  સુરક્ષાની ખાસ ચિંતા કરવામાં આવશે અંબાજી ખાતે યોજાયેલી આ બેઠકમાં મહત્વના ત્રણ મુદ્દા ચર્ચવામાં આવ્યા હતા જેમાં નંબર-1 ડેડીકેટેડ એપ બનાવવામાં આવશે 

    અંબાજી પહોંચતા શ્રદ્ધાળુઓને તાપમાનથી લઈને રોકાવવા સુધીની માહિતી મળી રહેશે, જયારે બીજા મુદ્દામાં સુરક્ષાકર્મીઓ દ્વારા યાત્રિકોને CPR થી લઇ આરોગ્ય લક્ષી તેમજ સ્થાનિક જોગ્રોફીનો સમાવેશ કરવામાં આવશે અને ત્રીજા મુદ્દામાં સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક લોકોમાં ટુરિસ્ટ વોલિન્ટર્સ ની પસંદગી કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply