અંબાજીમાં શક્તિ સેવા કેન્દ્ર દ્વારા નારી શક્તિને ઉજાગર કરતા શરદ ઉત્સવ મેળાનું આયોજન
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે શક્તિ સેવા કેન્દ્ર દ્વારા નારી શક્તિને ઉજાગર કરતો એક અનોખા શરદ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાને ગાંધીનગરના આઇ.જી.મહિલા અધિકારી ગગનદીપ ગંભીર તેમજ ઈન્ક્મટેક્સના કમિશ્નર રીટાબેન ડોકાનીયા દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
અંબાજી ખાતે યોજાયેલા આ શરદ મહોત્સવનો મેળો ખાસ કરી આદિવાસી અને ગરીબ મહિલાઓ માટે સશક્તિ કરણનો મેળો બની રહ્યો હોય તેવું જોવા મળ્યું. આ શરદ મહોત્સવ મેળા પ્રસંગે આદિવાસી યુવતીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આઇ.જી ગગનદીપ ગંભીરે આ શક્તિ સેવા કેન્દ્રમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાતી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ ખુલ્લું મૂક્યું હતું. આ શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં 10 જેટલા સખી મંડળોની 110 જેટલી મહિલાઓ ઘર કામ બાદ રોજગારી મેળવવાની કામગીરી અહીં કરતી હોય છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા આઇ.જી ગગનદીપ ગંભીરે જણાવ્યું હતું, શ્રી શક્તિ સેવા કેન્દ્ર સરાહનીય કામગીરી કરી રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને ગરીબ લોકોને તેમને મળતા લાભો તેમના સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે.
ઉષાબેન અગ્રવાલ એ જણાવ્યુ હતું કે, અહીંયા આ વિસ્તારની એકપણ મહિલા નિરક્ષર ના રહે, તમામ દીકરીઓ ભણતર સાથે જોડાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. આ મેળા પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓને ખાણી પીણીના સ્ટોલ ઉપર નિઃશુલ્ક મોજ માણી હતી
