Skip to main content
Settings Settings for Dark

PM મોદી ગુજરાતમાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે

Live TV

X
  • PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેજ સાથે, સંયુક્ત રીતે લશ્કરી વિમાન સી-295ના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી મોદી, અહીં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન પણ કરશે.

    પીએમઓ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, પ્રધાનમંત્રી ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં લગભગ 10 વાગ્યે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે ટાટા એરક્રાફ્ટનું ઉત્પાદન સંયુક્ત રીતે સંકુલનું ઉદ્ઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહી છે અને બાકીના 40 ભારતમાં બનાવવામાં આવનાર છે. ટાટા એડવાન્સડ સિસ્ટમ્સ લીમીટેડ, ભારતમાં આ 40 વિમાનોનું ઉત્પાદન કરશે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (એફએએલ) હશે. આમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને એસેમ્બલી, ટેસ્ટિંગ અને ક્વોલિફિકેશન, ડિલિવરી અને એરક્રાફ્ટના જીવનકાળ દરમિયાન જાળવણી સુધીની સમગ્ર ઇકોસિસ્ટમનો સંપૂર્ણ વિકાસ સામેલ હશે.

    આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ જશે.
    PMOના જણાવ્યા અનુસાર, વડોદરાથી PM અમરેલી જશે, જ્યાં તેઓ અમરેલીના દુધાળા ખાતે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળના સહયોગથી વિકસાવવામાં આવ્યો હતો. 4.5 કરોડ લિટર પાણીની ક્ષમતા ધરાવતો ચેકડેમ ઊંડો, પહોળો અને મજબૂત કરવામાં આવ્યો છે. હવે તેની ક્ષમતા વધીને 24.5 કરોડ લિટર થઈ ગઈ છે. આ સુધારાથી નજીકના કુવાઓ અને બોરમાં પાણીનું સ્તર વધ્યું છે જે સ્થાનિક ગામો અને ખેડૂતોને સારી સિંચાઈ પૂરી પાડીને મદદ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply