Skip to main content
Settings Settings for Dark

અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે અતિથિ ભવનનું લોકાર્પણ  

Live TV

X
  • પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે 15 કરોડના ખર્ચથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુવિધાસજ્જ નવીન અતિથિગૃહથી દેશભરમાંથી આવતા મહાનુભાવોને સારી સુવિધા મળશે. આ ઉપરાંત તેમણે બનાસકાંઠા જિલ્લાના લાખણીથી થરાદ સુધીના રસ્તાને ફોરલેન બનાવાશે તેવી પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે ગુજરાતનો વિશિષ્ટ રેલવે ઓવરબ્રિજ પણ નિર્માણ પામશે.રાજ્યના તમામ યાત્રાધામોને જોડતા રસ્તાઓ ફોરલેન બનાવવાનું કામ 90 ટકા પૂર્ણ થયું છે. અને સારા રસ્તાઓને લીધે વિકાસકૂચ ઝડપી બનશે તેમજ લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply