ડુંગળી અને બટાકાની સંગ્રહખોરી સામે સરકાર એક્શન મોડમાં
Live TV
-
છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ડુંગળી અને બટાકાના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર બે જ દિવસમાં ડુંગળી અને બટાકાના ભાવમાં કિલોએ રૂ. 20નો વધારો થયો છે. ડુંગળી હોલસેલ બજારમાં રૂ. 50 પ્રતિકિલો અને બટાકા પ્રતિકિલો રૂ. 31.25ના ભાવે વેચાઇ રહ્યાં છે. જ્યારે છૂટક બજારમાં આ જ ડુંગળી રૂ. 80 અને બટાકાનું રૂ. 60થી 70 પ્રતિકિલોએ વેચાણ થઇ રહ્યું છે.
આ ઉપરાંત વરસાદના કારણે ગોદામમાં રાખવામાં આવેલી ડુંગળીને પણ ખૂબ નુકસાન થયું છે. જેના કારણે સપ્લાય ઘટવાની આશંકાએ ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે. બટાકાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં વેચાતા એક મણ બટાકાનો ભાવ જે રૂ.300 હતો તે હાલમાં રૂ.850 છે. ડિસા ખાતે પણ બટાકાનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવ ઉંચકાયા છે.
