કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોશનીનો ઝળહળાટ
Live TV
-
31 ઓક્ટોબરના દિવસે સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ દિવસ છે. સમગ્ર દેશમાં આ દિવસ રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે નર્મદા ખાતે આવેલ કેવડિયા કોલોની અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને અત્યારથી જ રોશનીથી શણગારવામાં આવ્યુ છે. આ ઉજવણીના ભાગરૂપે કેવડિયા કોલોની વિસ્તાર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યા છે.
