Skip to main content
Settings Settings for Dark

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે બન્યું ડિજિટલ, દર્શન હવે બનશે વધુ સુલભ

Live TV

X
  • વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

    આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

    ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
apply