Skip to main content
Settings Settings for Dark

અગામી બોર્ડ પરીક્ષાઓની હોલ ટિકિટનું 25 ફેબ્રુઆરીએ શિક્ષણ બોર્ડ દ્વારા કરાશે વિતરણ

Live TV

X
  • રાજ્યના તમામ વિતરણ કેન્દ્રો પર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્યપ્રવાહ વિજ્ઞાનપ્રવાહની હોલ ટિકિટોનું વિતરણ સ્કુલો દ્વારા કરવામાં આવશે જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય માટે ત્રણ સ્કુલો વિતરણ માટે નક્કી કરવામાં આવી છે

    અગામી 7 માર્ચથી શરૂ થનારી ધોરણ-10 અને ધોરણ-12ની મુખ્ય બોર્ડ પરીક્ષાઓની હોલ ટિકિટનું 25 ફેબ્રુઆરીએ શિક્ષણ બોર્ડ દ્વારા વિતરણ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે હોલ ટિકિટના વિતરણ માટે દરેક જીલ્લાની શાળાઓએ હોલ ટિકિટ મેળવી લેવાની રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. રાજ્યના તમામ વિતરણ કેન્દ્રો પર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્યપ્રવાહ વિજ્ઞાનપ્રવાહની હોલ ટિકિટોનું વિતરણ સ્કુલો દ્વારા કરવામાં આવશે. આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જીલ્લામાં મળી 35-40 જેટલા વિતરણ કેન્દ્ર નક્કી કરાયા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય માટે ત્રણ સ્કુલો વિતરણ માટે નક્કી કરવામાં આવી છે. જેમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ, એરોમા સ્કુલ અને શ્રીજી વિદ્યાલયનો સમાવેશ થાય છે. આ વર્ષે ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે અને અંદાજે 17.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply