Skip to main content
Settings Settings for Dark

અટલ બ્રિજની 3 વર્ષમાં 77 લાખ લોકોએ મુલાકાત લીધી, AMCને 27 કરોડની આવક

Live TV

X
  • ભારતની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો આઇકોનિક ‘અટલ બ્રિજ’ આજે અમદાવાદના લોકો સહિત દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રજાઓ ભલે દિવાળીની હોય કે ઉનાળાની, અટલ ફૂટઓવર બ્રિજ લોકો માટે ફરવાનું એક મનપસંદ સ્થળ બની ગયો છે.

    ભારતની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો આઇકોનિક ‘અટલ બ્રિજ’ આજે અમદાવાદના લોકો સહિત દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રજાઓ ભલે દિવાળીની હોય કે ઉનાળાની, અટલ ફૂટઓવર બ્રિજ લોકો માટે ફરવાનું એક મનપસંદ સ્થળ બની ગયો છે. પીએમ મોદીએ 27 ઓગસ્ટ, 2022ના રોજ અટલ બ્રિજ સામાન્ય જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના તાજેતરના આંકડાઓ મુજબ, 31 ઓગસ્ટ, 2022 થી ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 77,71,269 લોકો અટલ બ્રિજની મુલાકાત લેવા પહોંચ્યા. આનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને 27.70 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે, જે અમદાવાદના પ્રવાસન ક્ષેત્ર માટે ગૌરવની વાત છે.

    ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને આધુનિક શહેર છે, જેણે આધુનિકીકરણની સાથે પોતાની ગૌરવશાળી વિરાસતને પણ જાળવી રાખી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમદાવાદ શહેરમાં આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસી આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વોક વગેરે પ્રવાસી આકર્ષણો જોવા માટે લાખો પ્રવાસીઓ અમદાવાદની યાત્રા કરે છે. આમાં, વિશેષરૂપે અટલ ફૂટ ઓવર બ્રિજ આધુનિક સ્થાપત્ય, ગુજરાતી સંસ્કૃતિ અને નગર સૌંદર્યનું જીવંત પ્રતીક છે.

    અટલ બ્રિજનું નિર્માણ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા કરવામાં આવ્યું છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સંપૂર્ણ માલિકીની કંપની છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વાત કરીએ તો: 31 ઓગસ્ટ, 2022 થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓ અટલ બ્રિજ જોવા માટે પહોંચ્યા હતા,જેનાથી 6.44 કરોડ રૂપિયાની આવક થઈ. એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ દ્વારા 8.24 કરોડ રૂપિયાની આવક થઈ, તો એપ્રિલ 2024 થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ દ્વારા 8.19 કરોડ રૂપિયાની આવક થઈ. જ્યારે, એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 સુધી 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજ ફરવા આવી ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મહાનગર પાલિકાને 4.82 કરોડ રૂપિયાની આવક થઈ છે.

    આ આઇકોનિક અટલ બ્રિજ લગભગ 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અટલ બ્રિજમાંથી 27.70 કરોડ રૂપિયાની આવક થઈ ચૂકી છે. આ પ્રકારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અટલ બ્રિજના નિર્માણ પર થયેલા કુલ ખર્ચનો 37 ટકાથી વધુ હિસ્સો વસૂલ કરી લીધો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply