અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અપાતી સહાયની આવક મર્યાદા વધારીને 6 લાખ સુધીની કારઈ
Live TV
-
ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારે મહત્વની ભેટ આપી છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યું છે કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે રાજ્ય સરકારે મહત્વની ભેટ આપીને તેમને અપાતી સહાયની આવક મર્યાદામા નોધપાત્ર વધારો કરીને રૂ. 6 લાખ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સહાયનો લાભ અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળશે.
રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયની વિસ્તૃત વિગતો આપતાં પ્રદીપ પરમારે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિની આવક મર્યાદામા વધારો કરવાથી રાજ્ય સરકાર ઉપર રૂપિયા ૫૦ કરોડનું વધારાનું ભારણ વિદ્યાર્થીઓ વતી ઉપાડશે. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા પહેલાં ગ્રામીણ વિસ્તારમાટે રૂપિયા ૧.૨૦ લાખ હતી જયારે શહેરી વિસ્તારમાં પહેલા ૧.૫૦ લાખ હતી. જેને ધ્યાને લઈને વધુ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે આવક મર્યાદામાં સુધારો કરવામાં આવ્યો છે. જેનો ત્વરીત અમલ કરાશે. આ વધારાનો લાભ એસસી, ઓબીસી, ઇબીસી, માયનોરિટી વિદ્યાર્થીઓને લાભ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મંત્રી પ્રદીપ પરમારે ઉમેર્યું હતું કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના સર્વાંગી અને આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ વખતના અંદાજપત્રમાં પણ પૂરતા પ્રમાણમાં નાણાંકીય જોગવાઇઓ કરી છે ત્યારે આ વધારો વિધાર્થીઓને સહાયરૂપ થવામા મહત્વની ભૂમિકા અદા કરશે.
