Skip to main content
Settings Settings for Dark

કચ્છ: જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી કનકપર ગામ બન્યુ શ્રેષ્ઠ ગામ, જળશકિત એવોર્ડ જીત્યો

Live TV

X
  • દિલ્હી ખાતે થોડા દિવસ પેહલા દેશના પશ્ચિમી ક્ષેત્રનો બીજા નંબરનો જળશક્તિ એવોર્ડ કચ્છના કનકપર ગામને જાહેર કરવામાં આવ્યો હતો.

    દિલ્હી ખાતે થોડા દિવસ પેહલા દેશના પશ્ચિમી ક્ષેત્રનો બીજા નંબરનો જળશક્તિ એવોર્ડ કચ્છના કનકપર ગામને જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે આ પુરસ્કાર ગામના સરપંચ ચંદ્રિકાબેન રંગાણીને આપવામાં આવ્યો હતો. ગામમાં પાણી બચાવવા અંગેની કામગીરી અંગે માહિતી આપતા સરપંચ ચંદ્રિકાબેન જણાવ્યું હતું કે, કનકપર કચ્છમાં એક એવું ગામ છે જ્યાં તમામ ખેડૂતોની ખેતીની જમીનો 100 ટકા ટપક પદ્ધતિ આધારિત છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહના મોટા-મોટા ટાંકા છે જેમાં એક વરસ સુધી ચાલી શકે તેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. જળસંગ્રહ ક્ષેત્રે ગામમાં કામ કરવામાં સૌ ગ્રામજનો જોડાય છે અને ગામના તમામ લોકો પાણીની બાબતમાં જાગૃત છે.

    રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા કચ્છમાં પીવા અને સિંચાઇ માટે પાણીની ખપત વધુ છે. એમાં વળી અબડાસાના છેવાડાનાં ગામોમાં તો પાણીના એક - એક ટીંપાની કિંમત વિશેષ હોય છે. મહિલોઓ અને ખેડૂતો જ પાણીની કિંમત સમજી શકતા હોય છે ત્યારે અબડાસામાં કનકપરમાં સતત બે ટર્મથી સરપંચથી લઇને સમગ્ર પંચાયતની બોડી મહિલા સમરસ છે. ગામના સહિયારા પ્રયાસોથી ભૂગર્ભ જળ રિચાર્જ, સ્વચ્છતા, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે સહિયારા પ્રયાસોથી શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે.

    ગામમાં પાણીની બચત માટે ૨૦૦૫ થી ૧૦૦ ટકા ડ્રિપ ઇરિગેશનથી સિંચાઇ કરાય છે. વધુમાં ગામના ખેડૂતો દ્વારા પોતાનાં ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી ૩૦ જેટલી અલગ અલગ જગ્યાએ વર્ષ ૨૦૧૯ થી કરાય છે, જેમાં દર વર્ષે અબજો લિટર પાણી જમીનમાં સંગ્રહ થાય છે. વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણીની યોજના, ઊંચી ટાંકી વગેરે બનાવી ગામમાં ૨૪ કલાક પાણી મળે છે. વાસ્મોના સહયોગથી ગટર યોજનાના તેમજ એસ.ટી.પી. (ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ) બનાવાયો છે. આ પ્લાન્ટની ખાસિયત એ છે કે ગટરનું પાણી શુદ્ધ કરી ખેડૂતોને ખેતી માટે વાપરવામાં આવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે ર્નિમળ ગામનો પુરસ્કાર, સીડમની અવૉર્ડ, ૨૦૧૦-૧૧માં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત, ૧૦૦ ટકા ટપક સિંચાઇ, શ્રેષ્ઠ પાણી સમિતિ, ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને ૨૦૨૧નો આંતરરાષ્ટ્રીય અવૉર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સહિત આ ગામને અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply