પોરબંદરઃ માધવપુર ઘેડ ખાતે શ્રીકૃષ્ણ અને રુકમણીજીના ગાંધર્વ લગ્નની વિધિ સંપન્ન થઇ
Live TV
-
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે ગઇકાલે શ્રીકૃષ્ણ અને રુકમણીજીના ઉજવવામાં આવતા ગાંધર્વ લગ્નની વિધિ સંપન્ન થઇ હતી બાદમાં ઠાકોરજી આજે સવારે વાજતે ગાજતે રાણી રુકીમણી સાથે નિજ મંદિરમાં પધારશે અને માધવપુરના મેળાનું સમાપન કરવામાં આવશે. આ પ્રસંગે ખાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેતા હતા.
માધવપુરમાં ગઇકાલે ચૈત્ર સુદ બારસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકીમણીના લગ્નોત્સવની વિધિઓ કરવામાં આવી હતી. ગઇકાલે ભગવાનની જાન વાજતે ગાજતે રુકીમણીને પરણવા માટે વાજતે ગાજતે મધુવનના જંગલમાં રુકીમણીના મઢમાં પહોંચી હતી. ત્યારબાદ તેમના લગ્નની વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. અને બાદમાં ઠાકરજીની જાન ત્યાં જ રાત્રી રોકાણ કર્યું હતું. આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા અનેક દર્શનાર્થીઓ દૂર સુદુરથી માધવપુર આવી પહોંચ્યા હતા.
આજે સવારે ઠાકોરજી વાજતે ગાજતે રાણી રુકીમણીને લઇને નિજ મંદિરમાં પધારશે. આ પ્રસંગે સમગ્ર માધવપુરમાં અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવશે અને ઠાકોરજી ધામધૂમથી રાણી રુકમણી સાથે નિજ મંદિરમાં પધારશે. ભગવાનના લગ્નમાં ગઇકાલે ખાસ ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભગવાન નિજ મંદિરમાં પધારતા માધવપુરના મેળાનું સમાપન પણ કરવામાં આવશે.
