Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ સિરામિક ઉદ્યોગકારોને ગેસિફાયરના ઉપયોગ બદલ GPCBએ દંડ ભરવા નોટિસ ફટકારી

Live TV

X
  • મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ NGTના આદેશ પછી તરત જ કોલ ગેસિફાયરનો ઉપયોગ બંધ કરી દીધો હતો જો કે, એનજીટીના આદેશ પછી જીપીસીબીએ ૬૦૦ કરોડથી વધુનો દંડ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ફટકાર્યો હતો જેથી કોલગેસનો ઉપયોગ કરનારા ઉદ્યોગકારો દ્વારા હાઇકોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. આ કેસમાં દંડની ૨૫ ટકા રકમ ભરવા માટે હાઈકોર્ટે કહ્યુ હતુ. તે મુદ્દે હાલમાં જીપીસીબીએ મોરબીના ઉદ્યોગકારોને દંડની ૨૫ ટકા રકમ એટ્લે કે, ૧૫૦ કરોડ તાત્કાલિક ભરવા માટે નોટિસ ફટકારી છે.

    એન.જી.ટી.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં આદેશના પગલે વર્ષ૨૦૧૭માં નેશનલ એનવાયર્મેન્ટ એન્જીન્યરીંગ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની ટીમ મોરબી આવી હતી અને તે સમયે ગ્રામ્ય વિસ્તારમાંથી દુષિત પાણી અને માટીના નમુના લેવામાં આવ્યા હતા ત્યારે સિરામિક યુનિટમાં વપરાતા કોલગેસી ફાયરમાંથી નિકળતા કેમિકલયુક્ત પાણી તેમજ ટાર વેસ્ટનો કારખાનેદારો દ્વારા જાહેરમાં આડેધડ નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની કોર્ટમાં મોરબી સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતા કોલગેસી ફાયરનો કેસ ચાલી જતા કોર્ટે તમામ કોલ ગેસી ફાયરને બંધ કરવામાં માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશની અમલવારી ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી હતી જો કે ત્યાર બાદ જીપીસીબી દ્વારા કોલ ગેસિફાયરનો વપરાશ કરનારા દરેક સિરામિક યુનીટને દૈનિક ૫૦૦૦નો દંડ ગણીને વાર્ષિક ૧૮.૫૦ લાખ લેખે જેટલા વર્ષ ગેસી ફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેટલા દિવસનો દંડ કરવામાં આવ્યો હતો.

    મોરબીના ઉદ્યોગકારો દ્વારા હાઇકોર્ટમાં ન્યાય મેળવવા માટે વ્યકતિગત અરજીઓ કરવામાં આવી હતી. જેમાં જીપીસીબી દ્વારા અંતિમ નોટીસ કે સુનાવણી આપ્યા વગર જ જંગી દંડની નોટીસ ફટકારી છે જે કુદરતી ન્યાયના વિરુદ્ધ છે જેથી જે તે સમયે ન્યાયધીશ હર્ષ દેવાણી અને સંગીતા વિશેનનીએ જીપીસીબીની નોટીસ સામે હંગામી સ્ટે અગાઉ આપી દીધો હતો. જો કે, મોરબી પંથકના સિરામિક ઉદ્યોગકારોને જીપીસીબી દ્વારા જે નોટીસો આપવામાં આવી છે તે અંગે કોર્ટમાંથી હજુ ફાઈનલ કોઈ ચુકાદો આવ્યા નથી. પરંતુ કોર્ટે અગાઉ ૨૫ ટકા રકમ ભરવા માટે ઉદ્યોગકારોને જે તે સમયે કહ્યું હતું. જો કે હજુ સુધી ઉદ્યોગકારો દ્વારા ૨૫ ટકા દંડની રકમ જમા કરાવવામાં આવી નથી. જેથી કરીને જીપીસીબી દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગકારોને અગાઉ કરવામાં આવેલા દંડની ૨૫ ટકા રકમ તાત્કાલિક એક સપ્તાહમાં ભરવા માટે નોટિસ આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply