ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. આંબેડકરની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી
Live TV
-
ગાંધીનગરઃ આજે દેશમાં ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 131મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા બાબા સાહેબ આંબેડકરના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની 131મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં તેમના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. આ સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી અને દંડક પંકજ ભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ, ધારાસભ્યોએ પણ ડો.આંબેડકરના તૈલ ચિત્રને પુષ્પાંજલિ કરી હતી.
