Skip to main content
Settings Settings for Dark

અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મનમુકી વરસ્યા મેઘરાજા

Live TV

X
  • રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી લઇને અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાગરા, વાલિયા અને હાંસોટ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. 

    આ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લામાં પણ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ જીલ્લામાં કેટલેક સ્થળોએ વરસાદે રસ્તા ભીજવ્યાં હતાં.બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદી ઝાપટાંઓએ માર્ગો પર પાણી પાણી કરી દીધું હતું. અસહ્ય ગરમીને કારણે ત્રસ્ત બનેલા મોરબીવાસીઓ માટે મેઘરાજા ઠંડક કરી ગયાં હતાં. તાપી જીલ્લાના વ્યારામાં વરસાદી માહોલ જામ્યો છે. 

    અહીં સવારથી હળવો વરસાદ વરસ્યો હતો. ડાંગમાં ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી હતી. અમરેલી જિલ્લામા મેઘરાજા સતત, મનમુકીને વરસી પડયા હતા. બપોરબાદ લીલીયામા ધોધમાર 2 ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે લાઠી પંથકમા પણ , અઢી ઇંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો. તો સાવરકુંડલા પંથકના ગામડાઓમા પણ, 2 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. જેને પગલે નદી નાળાઓમા પુર વહેતા થયા હતા.

    ભારે પવનથી અનેક સ્થળે વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત રાજકોટમાં પણ મોડી સાંજે વરસાદ ખાબક્યો હતો. દસ મિનિટ સુધી વરસેલા વરસાદે રાજકોટમાં પાણી પાણી કરી દીધું હતું. સૂકા એવા કચ્છ માં પણ, આ વખતે પ્રારંભે જ મેઘરાજાએ મહેર કરી હોય તેમ વરસાદી ઝાપટાં વરસ્યા હતાં
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply