Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોના સંકટ ઘેરાયું, વિવિધ શહેરોમાં આજે ફરી નોંધાયા નવા કેસ

Live TV

X
  • રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણના આંકડા વધી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા 510 કેસ બાદ આજે દક્ષિણ ગુજરાતના ભરૂચમાં વધુ 7 કેસ મળી આવ્યા. અંકલેશ્વર, નેત્રંગ અને હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાંથી આ કેસ મળી આવ્યા છે. 

    જેના કારણે જિલ્લામાં કુલ સંક્રમિતોનો આંકડો 68 થઈ ગયો છે. તો દાદરાનગર હવેલીના દાદરા ગામમાં નવા પાંચ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. સાબરકાંઠા જિલ્લામાંથી પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ મળી આવ્યો.હિંમતનગરના આગીયોલમાં 65 વર્ષના એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જિલ્લામાં કુલ આંકડો 104 પર પહોંચી ગયો છે.તો મોરબીમાં આજે એક વ્યક્તિની કોરોના સામે હાર થઈ. 

    રવાપર ગામના 47 વર્ષના એક વ્યક્તિનું રાજકોટ સિવિલમાં મોત થયું. મૃતક SBI બેંકમાં કેશિયર તરીકે નોકરી કરતા હતા. તો પાટણ શહેરમાંથી પણ આજે એક મોત થયું. શહેરની મારુતિ નગર સોસાયટીમાં રહેતા 66 વર્ષના વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજ્યું.તો આજે વલસાડ, સુરેન્દ્રનગર, પંચમહાલ, જામનગર, અને બોટાદ જિલ્લામાંથી એક પણ નવો કેસ ન નોંધાયો. તો ગઈકાલે 370 દર્દી સ્વસ્થ થઈને ઘરત ફર્યા હતા.જ્યારે 69 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply