નર્મદા બંધની જળસપાટી 126.83 મીટરે પહોંચી
Live TV
-
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે , નર્મદા બંધની જળ સપાટી , 126.83 મીટર એ પહોંચી ગઇ છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં પહેલી વખત આટલી વિશાળ જળ રાશિ , બંધમાં જમા થઇ છે. હાલ પાણીની આવક , 30,000 ક્યુસેકથી 50,000 ક્યુસેક સુધી છે. જેથી કેનાલમાં 8,500 ક્યુસેક પાણી , છોડવામાં આવી રહ્યું છે. સારી પાણીની આવકના પગલે , આગામી બે - ત્રણ દિવસોમાં નર્મદા બંધના , તમામ પાવર હાઉસના જળ વિદ્યુત મથકો , શરૂ કરવાનો નિર્ણય લેવાશે. પાણીની જાવકને કારણે , નર્મદા નદીમાં પણ જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ ગત વર્ષે પણ પડેલા ભારે વરસાદના પગલે , નર્મદા બંધમાં જળ સંગ્રહ મોટા પ્રમાણ છે. ત્યારે આ વર્ષે જળ સંકટમાંથી ગુજરાતને રાહત મળશે , તેવી આશા સેવાઈ રહી છે. હજુ તો ચોમાસાની શરૂઆત પણ થઈ નથી , અને નર્મદા બંધ છલકાઇ ગયો છે. આ તમામ પાણી , સૌરાષ્ટ્ર અને કચ્છ મોકલવામાં આવી રહ્યાં છે.
