કોરોનાને કારણે દવાઓ, સેનીટાઈઝરની માગમાં સતત વધારો
Live TV
-
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના કમિશ્નર , ડોક્ટર હેમંત કોશિયા એ જણાવ્યું છે , કે રાજયના નાગરિકોને , ગુણવત્તાયુક્ત દવાઓ , અને સેનીટાઇઝર મળી રહે, તે માટે , રાજય સરકાર કટીબધ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું , કે હાલની કોવિડ-૧૯ પરિસ્થિતિમાં , હેન્ડ સેનિટાઇઝરની માંગ અને વપરાશમાં , મોટો વધારો થયો હોવાથી , તેની ગુણવત્તા સાથે કોઇ ચેડા ના કરે , કે પછી બનાવટી, અથવા નકલી હેન્ડ સેનિટાઇઝર , બજારમાં ના પ્રવેશે , તે માટે તકેદારી લેવાઇ રહી છે. આ મુદ્દે સાવધાની રાખવા , માર્ચ-એપ્રિલ-મે- ૨૦૨૦ દરમ્યાન,, કુલ ૩૬૨ હેન્ડ સેનિટાઇઝરના નમુના લઈને, પ્રયોગ શાળામાં ટેસ્ટીંગ માટે મોકલવા માં આવ્યા છે. હાલમાં તેનું પૃથ્થક્કરણ ચાલુ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું , કે ૧૪ જેટલા નમુના અપ્રમાણસર માલુમ પડતાં , તેની માહીતી , ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વેબસાઇટ પર , અપલોડ કરવા માં આવી છે.
