અબડાસા પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના અમદાવાદમાં કરાયા અંતિમ સંસ્કાર
Live TV
-
ભાજપના નેતા અને કચ્છ જિલ્લાની અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની હત્યાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીટની રચના કરવામાં આવી છે આ સીટની ટીમ ,તપાસ માટે ગાંધીધામ પહોંચી હતી. અને ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર ,તપાસ હાથ ધરવામાં આવી હતી.
SIT દ્વારા માળિયા, મિયાણા તેમજ સામખિયાળી રેલ્વે સ્ટેશને પણ, તપાસ કરવામાં આવશે. તેમજ સીસીટીવી ફૂટેજની પણ ,ચકાસણી કરવામાં આવશે. આજે અમદાવાદના નરોડા સ્મશાન ખાતે જયંતિભાઈ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
જેમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના અનેક નેતાઓ ,તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જયંતિભાઈ ગઇકાલે ,ભુજથી સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. મોરબી અને માળિયા મિયાણા વચ્ચે આ ઘટના બની હતી.
