અમદાવાદના નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે પદભાર સંભાળ્યો
Live TV
-
અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચ, તેમજ CID બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે , સંજય શ્રીવાસ્તવે પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે , તેમને પોલીસ બેન્ડની સલામી આપવામાં આવી હતી. આ ખાસ પળે અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચ, તેમજ CID બ્રાન્ચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, નવનિયુક્ત પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ , અગાઉ અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર તેમજ વહીવટી શાખામાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે , ફરજ બજાવી ચૂક્યા છે, આ ઉપરાંત તેમણે અમદાવાદના જુદા-જુદા ઝોનમાં DCP તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ વર્ષ 1987ની બેચના IPS અધિકારી છે. તાજેતરમાં જ સરકારે સંજય શ્રીવાસ્તવને,DGP તરીકેનું પ્રમોશન પણ આપ્યું હતું
