અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે રેપિડ કોવિડ-19 એન્ટિજન ટેસ્ટ કેમ્પ
Live TV
-
120 લોકોના કરાયેલા ટેસ્ટમાં તમામ નેગેટિવ આવ્યા
કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા આરોગ્ય વિભાગ તમામ પ્રયાસ કરી રહ્યુ છે..એટલુ જ નહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ અને ધનવંતરિ રથ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ અને દવાઓનું વિતરણ થઈ રહ્યુ છે..ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે રેપિડ એન્ટિજન ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ..જેમાં અમદાવાદ જિલ્લાના અધિકારીઓ, લોક આગેવાનો , પત્રકારો અને કર્મચારીઓ માટે આયોજિત કોવિડ-19 એન્ટિજન ટેસ્ટિંગ કેમ્પમાં 120 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા..જેમા તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા..તેવુ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુએ એક યાદીમાં જણાવ્યુ હતુ..
