ગાયિકા ગીતા રબારીએ કચ્છ BSFના જવાનોને રાખડી બાંધી
Live TV
-
ગીતાબેને ભાઈ-બહેનનું ગીત ગાઈને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો
કચ્છ : પોતાના પરિવારથી દૂર અને રાત-દિવસ સરહદે, માતૃભૂમિની રક્ષા માટે ફરજ બજાવતા દેશના જવાનો માટે રક્ષાબંધન પર્વ યાદગાર બનાવવાનો પ્રયાસ કરાયો હતો... આ પર્વે ખાસ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા એકત્રિત કરાયેલી રાખડીઓ કચ્છની બહેનો દ્વારા સુરક્ષા જવાનોને બાંધવામાં આવી હતી.. ત્યારે લોકગાયિકા ગીતાબેન રબારીએ પણ જવાનોને રાખડી બાંધીને પરિવાર જેવો માહોલ ઉભો કરાયો હતો... ગીતાબેને કચ્છના સાંસદ વિનોદ ચાવડાને પણ રાખડી બાંધી હતી...આ તકે ગીતાબેને ભાઈ-બહેનનું ગીત ગાઈને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે કચ્છ બીએસએફના આઈજી સમુંદરસિંહ દબાસે લોકોને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી., સાથે જ ગીતાબેન રબારી., સાંસદ વિનોદ ચાવડાનો પણ આભાર માન્યો હતો...
