Skip to main content
Settings Settings for Dark

આજે આણંદમાં કોરોનાના વધુ 10 કેસ પોઝિટીવ આવ્યા

Live TV

X
  • આજે સારસામાં વધુ એક કેસ પોઝિટીવ, અત્યાર સુધીમાં સારસામાં ત્રણ કેસ નોંધાયા, આણંદ અને ખંભાત, ઉમરેઠમાં પણ કેસ

    આણંદમાં કોરોનાના સંક્રમણ વધી રહ્યુ છે..આજરોજ આણંદમાં વધુ 10 લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે..જેમાં સારસામાં 1 કેસ, પેટલાદમાં 2 કેસ, ચિખોદરામાં 1 કેસ, બોરીઆવીમાં 1 કેસ, આનંદ શુભમ,આણંદ ખાતે એક કેસ, સલાટીયા રોડ, આણંદમાં એક કેસ, તારાપુરના ખડા ગામે એક કેસ, ઉમરેઠના ફૂટી પોલ વિસ્તારમાં એક કેસ, ખંભાતના શ્રી રંગ સોસાયટીમાં એક કેસ તેમજ વટાદરા દોઢિયા પુરા, ખંભાતમાં એક કેસ નોધાયો છે..જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ રોકવા પગલા લેવામાં આવી રહ્યા છે છતાં પણ કોરોનાને કેસ વધતા ચિંતા વધી ગઈ છે..જોકે લોકોએ પણ માસ્ક અને સેનેટાઈઝર સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવુ જોઈએ..જો કોઈ વ્યક્તિને શરદી,ખાંસી કે તાવ અથવા ગળામાં દુખાવા જેવા લક્ષણો જણાય તો તુરંત 104 હેલ્પલાઈન પર ફોન કરી માર્ગદર્શન મેળવી લેવુ.. જરુર જણાય તો કોરોના ટેસ્ટ કરાવી લેવો..જો કોરોના પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો પોતાને આઈસોલેટ કરી હેલ્પલાઈન નંબર પરથી જરુરી માર્ગદર્શન મેળવી લેવુ..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply