અમદાવાદના પ્રથમ કોરોના દર્દી હજુ સુધી હોસ્પિટલમાં : AMC કમિશ્નર વિજય નેહરા
Live TV
-
આ વાયરસ અંગેની બધી જ માન્યાતાઓ ધીમે ધીમે બદલાતી જાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ અમદાવાદ ના પ્રથમ કોરોનાના દર્દી વિષે જણાવ્યું કે તે દર્દીને દાખલ થયે 30 દિવસ થઈ ગયા હોવા છતાંય હજુ પણ તે આ વાયરસથી મુક્ત થયા નથી. આ વાયરસ અંગેની બધી જ માન્યાતાઓ ધીમે ધીમે બદલાતી જાય છે
એક મહિના પહેલા દાખલ થયેલા પેશન્ટ આજે પણ હોસ્પિટલમાં છે. હજુ સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું નથી.30 દિવસ હોસ્પિટલમાં થયા છે અને એ પહેલા 5થી 7 દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. આશરે 35 દિવસ જેટલો સમય થયો છે. ચેપ લાગ્યો ત્યારથી અત્યાર સુધી તેઓ વાઈરલ ફ્રી થયા નથી. એક નવા પ્રકારનો કેસ ઊભો થયા છે અને દરરોજ નવી માહિતી આવી રહી છે. આ બાબતની આપણે જાણકારી ભારત સરકાર ICMR સુધી આપી રહ્યા છે.
