Skip to main content
Settings Settings for Dark

દીવમાં અટવાયેલા માછીમારોને વતન જવાની મળી પરવાનગી

Live TV

X
  • દક્ષિણ ગુજરાતના ઉંમરગામના 600 જેટલાં માછીમારોનું મેડિકલ ચેકઅપ કરી તેમને 11 જેટલી બોટ દ્વારા વતન મોકલાયા હતાં

     

    લોકડાઊનના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અટવાયેલા માછીમારોને વતન જવાની પરવાનગી મળતાં તેઓ હોંશભેર વતન જવા રવાના થયાં હતાં. આ મામલે દમણ-દીવ પ્રશાસને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. માછીમારોએ દીવ પ્રશાસન પાસે માંગ કરી હતી કે, 21 દિવસનું લોકડાઉન પૂરું થયાં બાદ તેમને પોતાના માદરે વતન મોકલવામાં આવે., જેથી દક્ષિણ ગુજરાતના ઉંમરગામના 600 જેટલાં માછીમારોનું મેડિકલ ચેકઅપ કરી તેમને 11 જેટલી બોટ દ્વારા વતન મોકલાયા હતાં. મહત્વપૂર્ણ છે કે, દીવની વણાંકબારા જેટી ઉપર 1500 જેટલી બોટમાં સ્થાનીક અને બહારના મળીને આશરે 5 હજાર જેટલા માછીમારો લોકડાઉનના કારણે ફસાયા હતાં 

    લોકડાઉનનાં પગલે રોજીરોટી માટે બહાર ગયેલા દિવનાં અનેક માછીમારો સહિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો હાલ પ્રશાસનના પ્રયાસોથી પરત ફરી રહ્યાં છે. આ માછીમારોને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અહીં તેમના માટે ખાસ પાંચ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યાં છે. આ શેલ્ટર હોમમાં 400થી વધુ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અહીં લોકોને સમયસર ભોજન આપવાની સાથે દિવસમાં બે વખત ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply