અમદાવાદની માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા 30 હજાર જેટલાં આકર્ષક દિવડાઓ તૈયાર કરાયા
Live TV
-
આગામી દિવાળીના પર્વની ઉજવણી માટે અમદાવાદની માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા 30 હજાર જેટલાં આકર્ષક દિવડાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ રીતે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્ટાફ મિત્રો, સ્વયંસેવકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલના અભિયાનને પણ આગળ ધપાવી રહ્યાં છે. આ દર્દીમાંથી એક અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના 23 વર્ષિય સતિષ નામના દર્દી માટે હોસ્પિટલની સારવાર આશીર્વાદ સમાન બની છે. સતીષને 2016માં માનસિક બિમારી થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને બે વર્ષ સુધી તેની સારવાર ચાલી હતી. આ દરમિયાન તેની સ્થિતિ સામાન્ય બની અને માનસિક રોગમાંથી બહાર આવી આજે તે સારો કવિ અને લેખક બન્યો છે. સતિષ આજે સાંપ્રત સમસ્યાઓથી લઈને તત્વજ્ઞાન અને અન્ય વિષયો ઉપર સારૂં લખીને પ્રશંસાને પાત્ર બન્યો છે. ઉપરાંત સતિષને મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ વિભાગના વર્કશોપમાં રોજગારી પણ મળી છે.
