Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન

Live TV

X
  • અમદાવાદમાં જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન: 13 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

    નવરાત્રીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમદાવાદ દ્વારા સીધી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેર કક્ષાએ યોજાનારી આ સ્પર્ધામાં ગરબા પ્રેમીઓ માટે ઉત્તમ તક ઊભી થઈ છે.

    સ્પર્ધાના પ્રકાર અને વયમર્યાદા

    આ આયોજનમાં વિવિધ વર્ગો માટે સ્પર્ધાઓ રાખવામાં આવી છે. પ્રાચીન અને અર્વાચીન ગરબા: આ બંને સ્પર્ધામાં 14 થી 35 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકશે. આ સ્પર્ધા માટે વયમર્યાદા 14 થી 40 વર્ષ રાખવામાં આવી છે.

    ટીમનું માળખું અને નિયમો
    આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગ્રુપ ધોરણે એન્ટ્રી આપવાની રહેશે. દરેક ટીમમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 16 સ્પર્ધકો રહેશે. સાથે જ 4 સહાયકો મળીને કુલ 20 સભ્યોની ટીમ બનાવી શકાશે.

    ફોર્મ ક્યાંથી મેળવવું અને સંપર્ક વિગતો
    ભાગ લેવા ઇચ્છુક ગરબા રસિકોએ નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, એ.એમ.સી. સબ ઝોન ઓફિસ, પ્રથમ માળ, ઝાયડસ કેન્સર હોસ્પિટલ પાસે, થલતેજ, અમદાવાદથી મેળવવાનું રહેશે.  ભરેલું ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યા સુધીની છે.

    જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સમય મર્યાદામાં ફોર્મ જમા કરાવીને વધુમાં વધુ યુવાનોએ આ ભવ્ય સાંસ્કૃતિક સ્પર્ધામાં ઉત્સાહભેર જોડાવવા અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
apply