અમદાવાદમાં ધોધમાર વરસાદથી ગરમીથી રાહત; શાળાઓના સમયમાં ફેરફારનો નિર્ણય
Live TV
-
અમદાવાદ શહેરમાં લાંબા સમયના બફારા બાદ ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી આગામી કલાકોમાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.શાળાઓ માટે મહત્વનો નિર્ણય ભારે વરસાદને પગલે DEO દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓને સ્થાનિક પરિસ્થિતિ મુજબ સમયમાં ફેરફાર કરવાની અથવા પાણી ભરાયેલા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વહેલી રજા આપવાની છૂટ આપવામાં આવી છે.પશ્ચિમ રેલવે હેલ્પ ડેસ્ક: ભારે વરસાદના કારણે મુસાફરોની અગવડતા દૂર કરવા માટે અમદાવાદ, સાબરમતી, પાલનપુર અને વિરમગામ ખાતે રેલવે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે.
