Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી

Live TV

X
  • 30થી વધુ મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાં તપાસ; નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ના 1250 ટેબ્લેટ જપ્ત, રૂ.1.70 લાખનો શંકાસ્પદ દવાનો જથ્થો પ્રતિબંધિત કરાયો...આરોગ્ય મંત્રીની સૂચના અને  કમિશનરના માર્ગદર્શનથી અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ તપાસ

    રાજ્યના નાગરિકોને જીવનજરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી, ડુપ્લિકેટ અને ગેરકાયદે દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી બાતમીના આધારે અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ છેલ્લા ત્રણ દિવસથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

    તંત્રને માહિતી મળી હતી કે J.B. Chemicals & Pharmaceuticals Ltd., ભરૂચ દ્વારા ઉત્પાદિત NICARDIA RETARD 10 TABLET, બેચ નંબર ACG25007ની બનાવટી અથવા ડુપ્લિકેટ દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ. ખાતે વેચાતી હોવાની શક્યતા છે. આ માહિતીના આધારે તા. 19 ઓગસ્ટ, 2026થી અમદાવાદ અને અન્ય સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે.

    છેલ્લા ત્રણ દિવસ દરમિયાન તંત્ર દ્વારા 30થી વધુ પેઢીઓ અને મેડિકલ સ્ટોરમાં તપાસ કરવામાં આવી છે.તપાસ હજુ પણ ચાલુ છે. તપાસ દરમિયાન નડિયાદના કિશન મેડિકલ સ્ટોરમાંથી J.B. Chemical & Pharmaceutical Limited, Bharuchના નામે દર્શાવાયેલી NICARDIA RETARD 10 TABLETS, Batch No. ACG25007નો જથ્થો મળી આવ્યો હતો. આ દવાના કુલ 660 ટેબ્લેટ નિયત નમૂના હેઠળ જપ્ત કરી તેનું પરીક્ષણ કરવા માટે મોકલી આપવામાં આવ્યું છે.

    પાર્શ્વ મેડીકલ  એજન્સી, પાલડી, અમદાવાદથી Apex Pharma Agency, Bhavnagar મારફતે રોટરી ટીમ્બી મેડીકલ સ્ટોર્સ, ટીમ્બી જી: ભાવનગરને સપ્લાય કરવામાં આવેલ ઉક્ત દવાની  590 Tablets ટેબ્લેટનો જથ્થો જપ્ત કરેલ છે.

    આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય શંકાસ્પદ દવાઓના પણ નમૂના લેવામાં આવ્યા છે અને સંબંધિત જથ્થાને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેમાં વિવિધ બેચની Nicardia Retard 20 Tablets, Cilacar 5, Cilacar 10, Cilakar TM 50 તથા Nicardia Retard 10 Tabletsનો સમાવેશ થાય છે. વિવિધ પેઢીઓમાંથી અંદાજે રૂ. 1.70 લાખની કિંમતનો શંકાસ્પદ દવાનો જથ્થો નિયત નમૂના હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

    પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ દવાની સપ્લાય ચેન પણ સામે આવી છે. તપાસ મુજબ સપ્લાય ચેન નીચે મુજબ છે.

    સેના ફાર્માસ, લખનઉ (ઉત્તર પ્રદેશ) → પાર્થ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ → પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ → સાણંદ મેડિકલ સ્ટોર, સાણંદ → લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ સુધી હોવાનું જાણવા મળ્યું છે.

    વિવિધ પેઢીઓમાં તપાસ

    આ બાબતે અમદાવાદ ,સુરત તથા ભુજ ખાતેની પણ અન્ય પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. 
    - લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રા. લિ., સેટેલાઇટ, અમદાવાદ
    - સાણંદ મેડિકલ સ્ટોર્સ, સાણંદ
    - પારસ ઈકોમેડ, સેટેલાઇટ, અમદાવાદ
    - પાર્શ્વ મેડિકલ એજન્સી, પાલડી, અમદાવાદ
    - ફાર્મા–365, અમદાવાદ
    - કિશન મેડિકલ સ્ટોર, નડિયાદ
    - અરિહંત મેડિકલ એજન્સી, સેટેલાઇટ, અમદાવાદ
    - જે.એલ.યુ. મેડિકલ એજન્સી, શાહીબાગ, અમદાવાદ
    - વર્ધમાન મેડિકલ એજન્સી, અમદાવાદ
    - સાગર ફાર્મા એજન્સી, જૂનાગઢ.
    - આગમ ગમ ફાર્માસ્યુટિકલ મેઘાણીનગર, અમદાવાદ
    - આયુષ મેડિકલ એજન્સી
    -  સુમેલ ,શાહીબાગ અમદાવાદ 
    -  એશ્યોર હેલ્થ કેર - દરીયાપુર અમદાવાદ
    - રિદ્ધિ મેડિકલ એજન્સી , સોલા અમદાવાદ
    - પારસ મેડિકલ એજન્સી,એલીસબ્રિજ અમદાવાદ
    - ગ્લોબલ ફાર્મા ઘાટલોડિયા અમદાવાદ 
    - ગિરિરાજ હેલ્થ કેર પાલડી, અમદાવાદ 
    - કે એમ ડિસ્ટ્રીબ્યુટર એલીસબ્રિજ ,અમદાવાદ
    - મેરુ ફાર્મા સુરત 
    - શ્યામ ડ્રીસ્ટ્રીબ્યુટર ,સુરત   
    - સંજીવની મેડિકલ ગાંધીધામ,ભુજ 
    -  એપેક્ષ ફાર્મા ,ભાવનગર 
    -  રોટરી ટીંબી મેડીકલ સ્ટોર,ઉમરાળા ,ભાવનગર 
    - રામ મેડીકલ સ્ટોર ,ભાવનગર 
    - સત્યમ ફાર્મસી ,ભાવનગર 

    તંત્ર દ્વારા સંબંધિત અન્ય પેઢીઓની ખરીદ-વેચાણની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સઘન તપાસ ચાલુ છે અને તપાસનો વ્યાપ ઉત્પાદક સુધી લઈ જવામાં આવશે. જરૂર જણાશે તો સંડોવાયેલા લોકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સલામત દવાઓ મળી રહે તે માટે ગેરકાયદેસર, બનાવટી અને કાઉન્ટરફેટ દવાઓના વેચાણમાં સંકળાયેલા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
apply