ઉચ્છલમાં મહિલા સશક્તિકરણ વિષય પર સેમિનાર યોજાયો
Live TV
-
ઉચ્છલ ખાતે મા દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજ ખાતે ‘જેન્ડર સેન્સિટાઇઝેશન અને મહિલા સશક્તિકરણ’ વિષય પર એકદિવસીય સેમિનાર યોજાયો હતો.
રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામ ગામીતે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણનો અર્થ શિક્ષણ, સુરક્ષા, રોજગાર, નિર્ણયક્ષમતા અને નેતૃત્વ ક્ષેત્રે મહિલાઓને સમાન તક અને સ્વતંત્રતા આપવાનો છે.તેમણે જણાવ્યું કે મહિલાઓ, કિશોરીઓ અને દીકરીઓના આરોગ્ય, પોષણ, સુખાકારી અને આત્મનિર્ભરતાને કેન્દ્રમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાલક્ષી સેવાઓ અમલમાં મૂકવામાં આવી છે.
સેમિનારમાં વિષય નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને મહિલા સશક્તિકરણ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. રાજેશ એ. પટેલે POSH Act, 2013 અંગે, ડૉ. મીતા પટેલે જેન્ડર સેન્સિટાઇઝેશન અંગે અને ડૉ. પ્રતિક્ષા એમ. દેસાઈએ મહિલા આરોગ્ય, પોષણ અને તંદુરસ્તી અંગે માર્ગદર્શન આપ્યું હતું. 181 અભયમ હેલ્પલાઇનના કુ. નીલમ ગામીતે મહિલા સુરક્ષા સેવાઓ અંગે માહિતી આપી હતી.જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડૉ. હિતેન્દ્રસિંહ ખરવાસીયા, અધ્યાપકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
