અમદાવાદમાં ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન, 500થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ થયા
Live TV
-
અમદાવાદમાં ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન, 500થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ થયા
અમદાવાદ શહેરમાં ભારતની અગ્રણી ડિઝાઇન યુનિવર્સિટીઓ દ્વારા એક ભવ્ય અને સૌથી મોટા ડિઝાઇન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ, BRDS, GLS સહિત ભારતભરની અનેક ફેશન અને ડિઝાઇન યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ 500 થી વધુ ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇનના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમાં રહેણાંક તેમજ વ્યાવસાયિક જગ્યાઓ માટેના નવીનતમ ઇન્ટિરિયર ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખાસ કરીને સ્પેસ પ્લાનિંગ, ફર્નિચર ડિઝાઇન અને એપ્લાઇડ આર્ટ્સ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ પ્રદર્શનમાં ઇમર્સિવ ઇન્સ્ટોલેશન્સ, અનોખા ફર્નિચર કોન્સેપ્ટ્સ અને વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા સ્કેલ્ડ ટાઉનશિપ મોડેલ્સનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓની કલ્પનાશીલતા અને કૌશલ્યને દર્શાવે છે.
આવા પ્રદર્શનોમાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્યને દર્શાવવાની તક મળે છે અને તેમની ભાવિ કારકિર્દી ઘડવામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ પ્રકારના પ્લેટફોર્મ્સ ભવિષ્યના ડિઝાઇનર્સને પ્રોત્સાહિત કરવા માટે અત્યંત આવશ્યક છે.
