વ્યસનમુક્ત સમાજ અને પ્રાકૃતિક ખેતીથી ભાવિ પેઢીનું નિર્માણ થશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
Live TV
-
વ્યસનમુક્ત સમાજ અને પ્રાકૃતિક ખેતીથી ભાવિ પેઢીનું નિર્માણ થશે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના રાજેન્દ્રપુર ગામમાં ગ્રામજનો સાથે રાત્રિ સભા યોજી હતી. આ સભામાં તેમણે આવનારી પેઢીને ફળદ્રુપ જમીનનો વારસો આપવા, પ્રકૃતિનું જતન કરવા અને શિક્ષણના સંસ્કાર આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ભાવિ પેઢીના ઉદ્ધાર માટે વ્યસનમુક્ત સમાજ નિર્માણ પર ભાર મૂક્યો.
રાજ્યપાલે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવ્યા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને સુખી, સમૃદ્ધ અને સંસ્કારી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે સ્વચ્છતાને જીવનમંત્ર ગણાવીને સાદગી અને પ્રાકૃતિક જીવનશૈલીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાની ચાવી ગણાવી.
આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ડાંગના ગ્રામજનો દ્વારા જાળવવામાં આવેલી 'અતિથિ દેવો ભવ'ની ઉચ્ચ પરંપરાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ડાંગ જિલ્લાનો આ પ્રવાસ તેમના જીવનમાં હંમેશા યાદગાર રહેશે.
