Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની ફાઇનલ મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ.

Live TV

X
  • 100થી વધુ ચાર્ટડ પ્લેનથી અમદાવાદ એરપોર્ટ ધમધમશે. ઉપરાંત મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરાયો અને મુંબઇ- અમદાવાદ વચ્ચે 3 વિશેષ વધારાની ટ્રેન દોડાવાશે.

    વિશ્વ કપ ફાઇનલ 2023ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચને ધ્યાનમાં લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના સમય વધારવાનો  મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તે અનુસંધાને 19 નવેમ્બર, રવિવારે રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે.

    વધુમાં AMTSની  69 બસો દિવસ દરમિયાન અને રાત્રિના 1 વાગ્યા સુધી 50 બસોની વ્યવસ્થા કરાઈ છે. આમ AMTS દ્વારા કુલ 119 બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

    નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતી BRTSની બસોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં વધુ 46 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

    આ સાથે પશ્ચિમ રેલવેએ ક્રિકેટ રસિકોને મોટી ભેટ આપી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદની વચ્ચે વિશેષ ભાડા પર 3 સુપરફાસ્ટ ટ્રેન દોડાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply