દાદરા નગર હવેલીની રાંધા અને કિલવણી પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ
Live TV
-
દાદરા નગર હવેલીની રાંધા અને કિલવણી પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી. આ યાત્રા કિલવણી અને રાંધા પંચાયતી ક્ષેત્રમાં ફરી હતી એને લોકો દ્વારા તેને સત્કારવામાં આવી હતી.
ગ્રામજનોને સરકારની વિશિષ્ઠ યોજનાઓ વિશે માહિતી આપતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું. સરકારના વિવિધ ખાતાની સેવા ઘર આંગણે પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સરકારી ખાતાની સેવા જેવી કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, ગેસ એજન્સી , અન્ન અને પૂરવઠા વિભાગ, બેંક, ખેતીવાડી વિભાગ, મામલતદાર અને રેવેન્યુ વિભાગ, આધાર કાર્ડ વગેરે માટે અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિવિધ સેવાની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ પ્રસંગે સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો દ્વારા 'ધરતી કી પુકાર નાટક' રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 'મેરી કહાની મેરી જુબાની'ના લાભાર્થીઓએ સરકારી યોજનાને આવકારી એમના અનુભવો વ્યક્ત કર્યા હતા.
