નાંદોદ તાલુકાના થરી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરાયું
Live TV
-
કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી ફ્લેગશીપ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચાડવા વિકસિત ભારતની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો છે. 100% લક્ષ્યાંકને હાંસલ કરવાના ઉદેશ્યને સાકાર કરવા માટે શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નાંદોદ તાલુકાના થરી ગામે આગમન થયુ હતું.
થરી ગામની દીકરીઓએ આધુનિક રથને ઉમંગભેર આવકાર આપીને કંકુતિલક કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આધુનિક રથ ગામમાં આવી પહોંચતાની સાથે ગ્રામજનોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કરીને તેને આવકાર્યો હતો.
અહીં ગ્રામજનોએ આરોગ્ય, શિક્ષણ, પોષણ, ખેતી-પશુપાલન, ઇન્ફ્રાસ્ટ્રકચર, મહિલા સશ્ક્તિકરણ, ટેક્નોલોજી અને પર્યાવરણની દિશામાં કરેલા સરાહનીય કાર્યો પર બનાવેલી ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત પેમ્પલેટ્સ, બેનર જેવી IEC પ્રવૃત્તિ દ્વારા લોકજાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
થરી ગામના નાગરિકો કે જેઓ સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયા હતાં અને તેઓએ ખુશી વ્યક્ત કરીને પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતાં.
