અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’નું આયોજન
Live TV
-
અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. 5 એપ્રિલ, 2026 રવિવારે સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટીના માધ્યમથી યોજાનાર આ સોશિયલ મીડિયા ક્રિએટિવ ફેસ્ટમાં પહેલીવાર ગુજરાતભરમાંથી 1400થી વઘુ ક્રિએટર્સે એક મંચ પર ભેગા થશે.
વિવિધ 16 કેટેગરીમાં ક્રિએટર્સ નોમિનેશન કરી શકશે ઉભરતા ક્રિએટર્સને પણ એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી 10 હજાર કે તેનાથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સને પણ મંચ મળી રહે તે માટેનો વિચાર કરવામાં આવ્યો છે. જેથી આ ફેસ્ટમાં 10 હજાર કે તેનાથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સે 16 અલગ અલગ કેટેગરીમાં પોતાનું નોમિનેશન કર્યું છે. જ્યારે 1 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સે પણ 16 કેટેગરીમાં પોતાનું નોમિનેશન કર્યું છે.
નાના ક્રિએટર્સને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળશે આ આયોજન અંગે માહિતી આપતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે, આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો છે. એટલા માટે અમારો ઉદ્દેશ્ય માત્ર પ્રખ્યાત ચહેરાઓને સ્ટેજ આપવાનો નથી, પરંતુ એવા નાના અને ઉભરતા ક્રિએટર્સને પણ પ્રોત્સાહન આપવાનો છે.જેઓ પાયાના સ્તરે અદભૂત કામ કરી રહ્યા છે.
10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મ આપીને અમે તેમનામાં રહેલી કળાને પ્રોત્સાહન આપી એક સારા ક્રિએટર તરીકે ઉભરે તેવો પ્રયાસ કરી રહ્યાં છીએ,એટલું જ નહીં અમે બે કેટેગરી પણ રાખી છે જેમાં 10 હજારથી 1 લાખ ફોલોવર્સ ધરાવતા ક્રિએટ્સને “રાઈઝિંગ ક્રિએટ્સ” તરીકે નામ આપ્યું છે જ્યારે 1 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સને “સ્ટાર ક્રિએટર્સ” નામ આપ્યું છે. આ બંને કેટેગરીમાં 16-16 મળીને કુલ 32 ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે.
'ફેમસ ક્રિએટર્સ માર્ગદર્શન આપશે' પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડેશ્વરે જણાવ્યું કે, એક પોડકાસ્ટર તરીકે હું ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું કે, ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારનો આટલા મોટા સ્કેલ પર ક્રિએટર્સ માટે કાર્યક્રમ થઈ રહ્યો છે. આ ફેસ્ટ માત્ર ક્રિએટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવા પૂરતો સિમિત નહીં રહે તેની સાથે સાથે ગુજરાત અને દેશના ફેમસ ક્રિએટર્સ દ્વારા ખાસ વર્કશોપ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેમાં રિલ્સના વાઈરલથી લઈને મોનિટાઈઝેશન સુધી, કન્ટેન્ટ ક્રિએશનથી કારકિર્દી બનાવવા સુધીનું જ્ઞાન આપવામાં આવશે. જ્યારે યંગ ઈન્ડિયન ડાયલોગ્સ વિષય પર માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ 5 એપ્રિલ 2026ના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા દરમિયાન ડૉ. આંબેડકર યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર ઉપસ્થિત રહેશે. સાથે જ પ્રફુલ ગર્ગ, મિનાક્ષી શહેરાવત, નિખિલ ચંદવાની, જય થડેશ્વર, કુશલ મિસ્ત્રી (અમદાવાદી મેન), કુલદીપ કલેર (પોઝીટીવ પાજી), સિડ પ્રજાપતિ (એસપી ઈન્ડિયા), વિશાલ પારેખ (વિશાલ ડીઓપી) જેવા દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહેશે.
