ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ભર્યું ઉમેદવારી પત્ર
Live TV
-
આણંદ જિલ્લાની હાઈ પ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ જતા ચૂંટણી જંગ જામ્યો છે. આજે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારના સમર્થનમાં આયોજિત જનસભામાં રાજયના મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા , ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ દ્વારા ભવ્ય રોડ શો અને શક્તિ પ્રદર્શન યોજીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયો ભવ્ય રોડ શો
ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઉમરેઠના મુખ્ય માર્ગો પર એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉમેદવાર હર્ષદ પરમાર ખુલ્લી જીપમાં સવાર થઈને નગરજનોનું અભિવાદન ઝીલ્યું હતું. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
