Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજાની તડામાર તૈયારીઓ

Live TV

X
  • ઉત્તર ભારતમાં ભાઈબીજથી લઈ છઠ સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ડૂબતા સૂર્ય અને ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવતી હોય છે.

    દિવાળીના તહેવાર બાદ ઉત્તર ભારતીયના તહેવાર એવા છઠ્ઠ પૂજા મહાપર્વ આવે છે. આગામી 7 નવેમ્બરના રોજ છઠ્ઠ પૂજા મહાપર્વની લાખો ઉત્તર ભારતીયો દ્વારા કરવામાં આવશે. અમદાવાદમાં રહેતાં લાખો ઉત્તર ભારતીયો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા છઠ્ઠ પૂજા ઘાટ સહિત અલગ જગ્યાએ છઠ્ઠ પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે, જેને લઇ હવે વિવિધ ઉત્તર ભારતીય સંગઠનો દ્વારા છઠ્ઠ પૂજા કરવામાં આવે છે. જેને લઇ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

    શહેરમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે સાબરમતી નદીના કિનારે છઠ્ઠ પૂજા કરવા માટે ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા છઠ્ઠ પૂજા ઘાટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને વિવિધ ઉત્તર ભારતીય સંગઠન દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી થતી હોય છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘાટને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીમાંથી કચરો દૂર કરવામાં આવી રહ્યો છે. નદી પાસે આવેલા મેદાનમાં સાફ-સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આશરે 20થી 30,000 જેટલા લોકો આ ઘાટ ઉપર પૂજા કરવા માટે આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply