Skip to main content
Settings Settings for Dark

રાજકોટ એસટી ડિવિઝનમાં દિવાળીએ થઈ 35 લાખથી વધુની થઈ આવક

Live TV

X
  • રાજકોટ એસટી ડિવિઝનમાં દિવાળીએ થઈ 35 લાખથી વધુની થઈ આવક

    રાજકોટ એસટી વિભાગના ડિવિઝન અધિકારી જે.બી.કરોતરા એ જણાવ્યું હતું કે, ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી હતી, ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો કરવામાં આવ્યો હતો અને એક્સ્ટ્રા 100 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 25 મી ઓકટોબરથી આ બસોનો લાભ મુસાફરોને મળવાનો શરૂ થયો હતો. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડયુલ એટલે કે બસો દોડાવવામાં આવે છે. દિવાળી દરમિયાન આ શેડયુલમાં 100 બસોનો વધારો કરવામા આવ્યો હતો. 

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 450 થી વધુ એક્સ્ટ્રા ટીપો દોડાવવામાં આવી હતી. જેથી 36 થી 37 લાખ જેટલી વધુ આવક એસ.ટી વિભાગને થઈ છે. આવકની સાથે 24,000 જેટલા મુસાફરોને ગતવ્ય સ્થળે પહોંચાડવામાં પણ એસટી વિભાગ સફળ રહ્યું છે. અને ખાસ કરીને પંચમહાલ, જુનાગઢ, અમદાવાદ અને ગોધરા સહિતના વિસ્તારોમાં એક્સ્ટ્રા બસનું સંચાલન વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે. વધુ પ્રમાણમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન સૌરાષ્ટ્રનું રાજકોટ મોરબી આ ગોંડલ સહિતના ડેપોમાંથી થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply